The Radiant Box Cricket Booking/Enquiry Form
Box Cricket Rules and Regulations / બૉક્સ ક્રિકેટના રૂલ્સ અને રેગ્યુલેશન
1) As The Radiant Box Cricket is privately owned all policies and rights are fully owned.
2) Box cricket tournament bookings have to be done on a first come first served basis.
3) Organizer to be present 10 minutes before slot booking during tournament. The organizer has to vacate the box cricket as per the booked time. If not, double the hourly rate will be charged.
4) As this box cricket is within the school limits, there should be no abuse of any kind by the organizers or their players otherwise legal and legal action will be taken as per Public Provisional Act 19C and Section 240.
5) During the organization of box cricket, the organizer must keep the necessary information of his team member and the main organizer must deposit the Aadhaar card, PAN-card, residence proof, mobile number of any two responsible persons.
6) The organizer should take special care that bringing or using cigarettes, pan-mawa, gutkha, liquor or intoxicants is strictly prohibited inside or outside the box cricket. And if any person is caught, legal action will be taken as per section 195 of CRPC.
7) During the organization of box cricket the members of both the teams should not have any kind of conflict otherwise legal action will be taken.
8) The organization is not responsible for injury or premature death (events like heart-attack) to any person during the pre-arrangement of Box Cricket.
9) Behave humanely with the employee of the organization working in box cricket and not to have any kind of conflict.
10) Damage or vandalism of any box cricket material by the organizer is liable to charge five times the amount.
1) ધ રેડિયન્ટ બૉક્સ ક્રિકેટ એ ખાનગી માલિકી હેઠળ હોવાથી તમામ નીતી નિયમો અને હક સંપૂર્ણપણે માલિકી હેઠળ છે.
2) બૉક્સ ક્રિકેટની ટૂર્નામેન્ટનું બુકિંગ વહેલા તે પહેલા ના ધોરણે કરાવવાનું રહેશે.
3) ટૂર્નામેન્ટ દરમિયાન સ્લોટ બુક કરાવ્યાનાં 10 મિનિટ પહેલા આયોજકે ઉપસ્થિત રહેવું. બૂક કરાવેલ ટાઇમ મુજબ આયોજકે બૉક્સ ક્રિકેટ ખાલી કરી દેવાનું રહેશે. જો તેમ ન થાય તો કલાક દીઠ જે ચાર્જ છે તેનો બમણો ચાર્જ વસૂલ કરવામાં આવશે.
4) આ બૉક્સ ક્રિકેટ શાળાકીય હદમાં હોવાથી આયોજક દ્વારા કે તેમના ખેલાડીઓ દ્વારા કોઈપણ પ્રકારના અપ-શબ્દો કે ગાળો બોલાવી જોઈએ નહિ અન્યથા પબ્લીક પ્રોવિઝનલ એક્ટ 19C અને કલમ 240 મુજબ કાયદાકીય અને કાનૂની પગલાં લેવામાં આવશે.
5) બૉક્સ ક્રિકેટનાં આયોજન દરમિયાન આયોજકે તેમના ટીમના મેમ્બરની આવશ્યક માહિતી સાથે રાખવી અને મુખ્ય આયોજકે કોઈપણ બે જવાબદાર વ્યક્તિનાં આધારકાર્ડ, પાન-કાર્ડ, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર જમા કરાવવાના રહેશે.
6) આયોજકે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે બૉક્સ ક્રિકેટની અંદર કે બહારની બાજુએ સિગરેટ, પાન-માવા, ગુટખા, દારૂ કે નશીલા પદાર્થ લાવવા પર કે વાપરવા પર સખત મનાઈ છે. અને તેમ કરતાં કોઈ વ્યક્તિ પકડાઈ છે તો CRPC ની કલમ 195 મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
7) બૉક્સ ક્રિકેટનાં આયોજન દરમિયાન બંને ટીમનાં સભ્યોએ કોઈપણ પ્રકારની તકરાર કરવી નહિ અન્યથા કાયદાકીય પગલાં લેવામાં આવશે.
8) બૉક્સ ક્રિકેટનાં આગોતરા આયોજન દરમિયાન કોઈ વ્યક્તિને ઈજા થાય છે કે આકાળે મૃત્યુ પામે છે (હાર્ટ-એટેક જેવા સંગોજો) તેના માટે સંસ્થા જવાબદાર નથી.
9) બૉક્સ ક્રિકેટમાં કાર્યરત સંસ્થાનાં કર્મચારી સાથે માનવતા ભર્યું વર્તન કરવું તેમજ કોઈપણ પ્રકારની તકરાર કરવી નહિ.
10) આયોજક દ્વારા જો બૉક્સ ક્રિકેટનાં કોઈપણ સામગ્રીને નુકશાન થશે કે તોડફોડ થશે તો પાંચ ગણી રકમ વસૂલવા પાત્ર છે.